તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વિસનગર 1.17 કરોડની છેતરપિંડી, ફસાયેલા રોકાણકારો પ્રાંત અધિકારીને જાણ કરી શકશે

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિસનગરના દંપતી વિરુદ્ધ વર્ષ 2018માં છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ વર્ષ 2020માં દંપતીની મિલકતો ટાંચમાં લેવાઇ હતી

વિસનગરમાં રહેતી મહિલા સાથે રૂ.1.17 કરોડની થયેલી છેતરપિંડી કેસમાં ગૃહ વિભાગ દ્વારા કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે પ્રાંત અધિકારીની નિમણૂંક કરાયા બાદ 2020માં છેતરપિંડીના આરોપીની મિલકતો ટાંચમાં લેવાઇ હતી. હવે આ જ કંપનીઓની છેતરપિંડીમાં અન્ય કોઇ રોકાણકારો ફસાયા હોય તો પ્રાંત અધિકારીને જાણ કરવી, જેથી તેમને પણ બાકી રહેલી રકમની ચૂકવણી કરી શકાય તેમ સૂત્રોએ જણાવ્યું છે.

વિસનગર સિદ્ધનાથ મહાદેવની પોળમાં રહેતા જગદીશકુમાર શીવકુમાર ભટ્ટ અને તેમના પત્ની પારૂલબેન દ્વારા યુનાઇટેડ હાઉસિંગ નામની કંપની જયપુર, અશોકા ટાઉનશીપ કોર્પોરેશન લી. તથા કેનરીન હાઉસિંગ કોર્પોરેશન લી. નામની ખોટી કંપનીમાં રોકાણ કરાવી વધુ વ્યાજ અને વધુ વળતરની લાલચ આપી કંપનીના ખોટા સિક્કા અને એફડી બનાવી રૂ.1.17 કરોડની છેતરપિંડી કર્યાની દંપતી વિરુદ્ધ વર્ષ 2018માં જાગૃતિ ભાવસાર નામની મહિલાએ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

છેતરપિંડીમાં અન્ય કોઇપણ લોકો છેતરાયા છે કે નહીં તેની જાણકારી તેમજ રિપોર્ટ માટે ગૃહ વિભાગ દ્વારા વર્ષ 2019માં કોમ્પિન્ટ ઓથોરિટી તરીકે વિસનગર સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ સી.સી. પટેલની નિમણૂંક કરાઇ હતી. જેમણે વર્ષ 2020માં આરોપી દંપતીની મિલકતો ટાંચમાં લીધી હતી. હવે કોર્ટમાં આ મિલકતોની હરાજીની મંજૂરી પૂર્વે આ કંપનીઓની છેતરપિંડીમાં કોઇ અન્ય રોકાણકારો ફસાયા હોય તો તાકીદે પ્રાંત કચેરીએ જાણ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...