વિસનગરમાં શહેર પોલીસના ડી સ્ટાફ દ્વારા મોબાઈલ ચોરી કરનાર શખ્સ ને ગણતરી ના કલાકોમાં ઝડપી ચોરીનો ભેદ ઉકેલી પાડવામાં આવ્યા હતો.
આરોપીએ મોબાઈલ ચોરીના ગુના કબૂલ્યાં
વિસનગર શહેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરની સૂચનાના આધારે પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મહેસાણા ચોકડી પાસે આવતા ખાનગી બાતમી મળી હતી કે મહેસાણા ચોકડીથી કમાણા ચોકડીની આજુબાજુ એક અજાણ્યો ઇસમ જે શંકાસ્પદ હાલતમાં મોબાઈલ વેચવા માટે ફરે છે જે હકીકતને આધારે તે ઇસમને પકડી લેવામાં આવ્યો હતો. જે ઇસમને પૂછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી સેમસંગ કંપનીનો ગેલેક્સી A 125 મોડલનો હતો. જેનું નામ પૂછતા શેખ આરીફ અહેમદખાન ઇબ્રાહિમ રહે. શોભાસણ રોડ શાલીમાર સોસાયટી વિભાગ 1, મહેસાણા હોવાનું જણાવ્યું હતું. જેની વધુ પૂછપરછ કરતાં આ મોબાઇલ મહેસાણા ચોકડી પાસે ગંજી સોસાયટીના સામે રોડ પર યાત્રી પાર્લર ના મેડા ઉપર સૂતેલા ખાટલામાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
પોલીસની પ્રશંસનીય કામગીરી
જે ચોરીનો કેસ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ગત. તારીખ 28 જુલાઈના રોજ નોંધાયો હતો. આમ ડી સ્ટાફના માણસો દ્વારા ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી લીધો. વિસનગર શહેર પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલી પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.