વિસનગરમાં શહેર પોલીસે બાતમીના આધારે વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે વિસનગર શહેરના પ્રાથમિક કુમાર શાળાની સામે આવેલી ઘંટીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો.
જુગાર સાહિત્ય સહિત રોકડ રકમ કબજે
વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન ટાઉનના પટણી દરવાજા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઠાકોર દલપતજી ભટાજી નામનો શખ્સ જે આથમણો વાસનો રહેવાસી છે તે વિસનગર પ્રાથમિક કુમાર શાળાની સામે આવેલી ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડે છે. તેવી હકીકતને આધારે પોલીસે તે વિસ્તારમાં રેડ કરતા વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સ પાસેથી જુગાર સાહિત્ય સહિત રોકડ રકમ રૂ. 2402 કબજે લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.