તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વિપુલ ચૌધરી જૂથને ફટકો, 17 મંડળી રદનો હુકમ માન્ય

વિસનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • ચૂંટણી અધિકારીએ મતદાર યાદીમાંથી 27 મંડળીઓ રદ કરી હતી,17એ હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો
 • સિદ્ધપુર- ઊંઝા બેઠકના જાહેર કરાયેલા બંને ઉમેદવારો અશોક ચાૈધરી જૂથના, બિનહરીફ જાહેર નહીં કરી શકાય
 • સિદ્ધપુર-ઊંઝા બેઠકમાં ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં મામલો હાઇકોર્ટમાં હજુ પેન્ડિંગ છે

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (દૂધસાગર ડેરી)ના નિયામક મંડળની ચૂંટણીની આખરી મતદાર યાદી ચૂંટણી અધિકારી દ્વારા ગત 11 ડિસેમ્બરે ભારે વિવાદ બાદ પ્રસિદ્ધ કરાઇ હતી. જેમાં 1153ની મતદાર યાદીમાં 27 મંડળીઓને રદ કરાઇ હતી. જેમાં 27 પૈકી 17 મંડળીઓએ હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી. જેમાં કોર્ટે તેમની પિટીશન રીજેક્ટ કરી ચૂંટણી અધિકારીએ કરેલો હુકમ માન્ય રાખ્યો છે.

જેમાં આ મંડળીઓ ડબલ બેન્ચમાં પણ પિટીશન માટે જવાની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે સિદ્ધપુર- ઊંઝા બેઠક માટે હાઇકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા આ બેઠકના હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવાની માૈખિક આદેશ કરતાં ચૂંટણી અધિકારી દ્વારા આ બેઠક માટે બે ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે.

મંગળવારે સિદ્ધપુર- ઊંઝા બેઠક માટે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવાનો માૈખિક હુકમ કરતાં ચૂંટણી અધિકારીએ બે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જાહેર કરાયેલા ઉમેદવારો રમીલાબેન રણજીતસિંહ ઠાકોર અને રહેમતબાનુ મંજુરઅલી બલાસણીયા બંને અશોક ચાૈધરી જૂથના છે, જ્યારે રદ થયેલા ત્રણ ઉમેદવારો વિપુલ ચાૈધરી જૂથના હતા. હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાતાં આ સીટ બિનહરીફને બદલે એક જ જૂથના બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઇ શકે છે

. જોકે, રદ થયેલ ત્રણ ઉમેદવારો હાઇકોર્ટમાં ગયા હોઇ કોર્ટના હુકમ ઉપર પણ મદાર રહેલો છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં કુલ પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. જેમાં ચકાસણી દરમિયાન ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં મામલો હાઇકોર્ટમાં ગયો હતો. ચૂંટણી અધિકારીએ હાઇકોર્ટ દ્વારા 29 તારીખ સુધી હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ નહીં કરવાની સૂચના આપી હતી. જેમાં મંગળવારે કોર્ટે યાદી જાહેર કરવાનો હુકમ કરતાં કરાઇ હોવાનો પત્ર પણ યાદી સાથે સામેલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો