નિવૃત્ત આર્મીમેનનું ડીજેના તાલે સ્વાગત:કુવાસણા ગામે 24 વર્ષ 24 દિવસ સુધી દેશની સેવા કરી નિવૃત્ત થતા ગામલોકોએ ભવ્ય સ્વાગત કર્યું

વિસનગર9 દિવસ પહેલા
  • પરિવારથી દૂર રહી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરિવારે સહકાર આપ્યો

વિસનગર તાલુકાના કુવાસણા ગામના પરમાર મુકેશકુમાર ખેમાભાઈ દેશની સેવા કરી પોતાની ફરજમાંથી નિવૃત્ત થતા ઘરે પરત આવતા ગામલોકો દ્વારા ભવ્ય ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશભાઈએ દેશની સેવા માટે 24 વર્ષ 24 દિવસ સુધી પોતાની ફરજ અદા કરી હતી. મુકેશ ભાઈનું કુવાસણા ગામના બસ સ્ટેન્ડથી ભીમરાવ આંબેડકરની પ્રતિમા સુધી ડીજેના તાલ સાથે પરિવારજનો, મિત્રો અને ગામલોકો દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. આમ નોકરીમાંથી નિવૃત્ત થઈ પરત ઘરે આવતા પરિવારમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યાં હતા.

સૌથી વધુ શ્રી નગર ખાતે ફરજ બજાવી
કુવાસણા ગામના નિવૃત્ત આર્મી મેન મુકેશકુમારે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને દેશની સેવા માટે 24 વર્ષ 24 દિવસ સુધી પોતાની ફરજ અદા કરી છે. 7 જુલાઈ 1998થી આર્મીમાં નોકરીની શરૂઆત કરી હતી અને સૌ પ્રથમ જબલપુર, મધ્યપ્રદેશ ખાતે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી ગુલમર્ગ શ્રી નગર ખાતે 8 જેક રાયફલમાં સેવા આપી હતી. ત્યારબાદ લેહ લદાખ, દિલ્લી, જયપુર સહિત અનેક જગ્યાઓ પર સેવા આપી હતી. 24 વર્ષ 24 દિવસની નોકરીમાં સૌથી વધુ શ્રી નગર ખાતે સેવા બજાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, પરિવારથી દૂર રહી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં કોઈ પણ પરવા કર્યા વિના નોકરી કરી હતી. પરિવારનો પણ સહકાર મળ્યો હતો. પરિવારના સપોર્ટ વગર કોઈ નોકરી કરી શકે નહિ. નોકરી કરો તો શાન છે કરો કી હર માં બાપ ગર્વ સે શીના તાન કે બોલે કી મેરા બેટા આર્મી મે ખડા હૈ.

પરિવારજનો, મિત્રો અને ગ્રામજનોએ સ્વાગત કર્યું
કુવાસણા ગામના પરમાર મુકેશભાઈ આર્મી ની નોકરી માંથી નિવૃત્ત થઈ ઘરે પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ડીજે સાથે સ્વાગત કરાયું હતુ. પરિવારજનો, મિત્રો અને ગ્રામજનોએ ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. મુકેશ ભાઈ ને દેશની સેવા કરી પરત આવતા ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...