તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિસનગર તાલુકાના રંગાકુઇ- તાતોસણ રોડ પર સોમવારે અકસ્માતની ઘટનામાં પોલીસની ગાડીમાં દારૂની બોટલ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસની ગાડીનો ડ્રાઇવર નશામાં ગાડી ચલાવતો હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.
આ મુદ્દે જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે ડ્રાઇવર નશામાં હતો જેથી પોલીસ તેને એરેસ્ટ કરી લઇ ગઇ હતી, તેની સામે ગુનો દાખલ કરાયો છે. ગાડી ત્યાં પડેલી હતી તે દરમિયાન કોઇએ ગાડીમાં દારૂની બોટલ મૂકી વીડિયો ઉતાર્યાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિજાપુરના ગુંછળી ગામના પટેલ કાન્તિભાઇ બાભઇદાસ સોમવારે કાર (જીજે 02 સીએ 7260) લઇ વિજાપુર કામ પતાવી તેમના મિત્ર પટેલ દિનેશભાઇ રામાભાઇ સાથે ઘરે આવતા હતા. ત્યારે પોલીસની ગાડી (જીજે 18 જીપી 0865) આગળ જતા ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાતાં ટ્રોલી ટ્રેક્ટરથી અલગ થઇ પલ્ટી મારી ગઇ હતી, જ્યારે ટ્રેક્ટર કાન્તિભાઇની કાર સાથે અથડાયું હતું. સદનસીબે કોઇને ઇજા પહોંચી ન હતી. આ બનાવ અંગે કાન્તિભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.