'આપ' સાફ:વિસનગર માર્કેટયાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 10 ઉમેદવારોની જીત

વિસનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિજેતા ઉમેદવારોને ટેકેદારોએ અબિલ ગુલાલની છોળો ઉડાડી વધાવ્યા. - Divya Bhaskar
વિજેતા ઉમેદવારોને ટેકેદારોએ અબિલ ગુલાલની છોળો ઉડાડી વધાવ્યા.
 • મંત્રી ઋષિકેશ પટેલ સમર્થિત 6 બિનહરીફ સહિત તમામ 16 બેઠકો પર વિજય
 • ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે દિશામાં કામગીરી કરીશું : વિજેતા ઉમેદવારો

વિસનગર માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે થયેલા મતદાનની મંગળવારે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 10 ઉમેદવારોનો વિજય થયો હતો. વિજેતા ઉમેદવારોએ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેમજ માર્કેટયાર્ડનો વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. ખરીદ-વેચાણ વિભાગની 2 અને વેપારી વિભાગની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયેલા હોઇ યાર્ડની તમામ 16 બેઠકો પર ભાજપે સંપૂર્ણ કબજો મળવ્યો છે. આપના તમામ 7 ઉમેદવારોનો પરાજય થયો હતો.

માર્કેટયાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરાઇ હતી. 25 રાઉન્ડની મત ગણતરી બાદ ચૂંટણી અધિકારીએ 10 વિજેતા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપ પ્રેરિત આખી પેનલ વિજેતા બનતાં ટેકેદારોએ ફટાકડા ફોડી, અબિલ ગુલાલની છોળો ઉડાડી વધાવી લીધા હતા. વિજેતામાં સાૈથી વધુ પટેલ નટવરભાઇ ઇશ્વરભાઇને 820 મતમાંથી 709 મત મળ્યા હતા. જ્યારે સાૈથી ઓછા ચાૈધરી જસવંતભાઇ જેસંગભાઇને 593 મત મળ્યા હતા. હારેલા ઉમેદવારોમાં 436 મતનો તફાવત જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મત ગણતરી સ્થળે પત્રકારોને જવાની મનાઇ ફરમાવતાં વિવાદ થયો હતો. જોકે, દોઢ કલાક બાદ કવરેજ કરવા અંદર જવા દેતાં મામલો શાંત પડ્યો હતો.

વિજેતા ઉમેદવારો મળેલા મત

 • પટેલ નટવરલાલ ઇશ્વરદાસ 709 મત
 • પટેલ મહેન્દ્રભાઇ જેઠાભાઇ 701 મત
 • પટેલ જ્યંતિભાઇ ગોપાળદાસ 693 મત
 • પટેલ રાજેન્દ્રકુમાર કાનજીભાઇ 687 મત
 • પટેલ ભરતભાઇ શંભુભાઇ 675 મત
 • પટેલ પ્રિતેશકુમાર પ્રભુદાસ 663 મત
 • પટેલ લક્ષ્મણભાઇ કાશીરામ 630 મત
 • ચાૈધરી રાજેન્દ્રભાઇ લવજીભાઇ 601 મત
 • ચાૈધરી ભરતભાઇ જીવણભાઇ 594 મત
 • ચાૈધરી જસવંતભાઇ જેસંગભાઇ 593 મત
અન્ય સમાચારો પણ છે...