વિકાસ કામોને લીલીઝંડી:વિસનગરમાં કેબિનેટ મંત્રીના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું

વિસનગર21 દિવસ પહેલા

વિસનગરમાં આજે નગરપાલિકા દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યકર્મનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના હસ્તે દરબાર વિસ્તારમાં ઓવરહેડ ટાંકી તેમજ દસ લાખ લીટરનો ભૂગર્ભ સંપનુ ખાતમુહૂર્ત, ધરોઇ કેનાલ થી દેળીયા તળાવ સુધી એન.પી. 3 પાઇપ લાઇનનુ ખાતમુહૂર્ત તેમજ નગરપાલિકા સંચાલિત જી.ડી. હાઇસ્કુલમાં પ્રાથમિક બાંધકામ ભવનનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિસનગરની બે ધરોહર એમ.એન.કોલેજ અને જી.ડી.હાઇસ્કુલમાં સહયોગથી વર્ષો વર્ષો પહેલા આઝાદી પહેલા શિક્ષણની જ્યોત પ્રગટાવવાનું કામ કર્યું હતું. તેવા તમામ દાતાઓને યાદ કરીશું. ઉતર ગુજરાતમાં શિક્ષણનું બીડું શરૂ કરનાર વિસનગરના દાતાઓ હતા. શિક્ષકનો વ્યાપ સુધી પહોંચ્યો નથી ત્યાં સુધી પહોંચાડવો છે. વિસનગરમાં 2 ખાત મુહૂર્ત કરયા હતા. જેમાં વોર્ડ નંબર 3, 8 અને 9 માં પાણીની સમસ્યા રહેતી જેને લઇ ખાત મુહુર્ત કરાયું છે. દેળીયુ તળાવ ભરાય એના માટે પાઇપ લાઈનનુ ખાત મુહુર્ત અને 1.07 કરોડના ખર્ચે પ્રાથમિક ભવનનું લોકાર્પણ કરાયું છે. આપણને સૌથી મોટી ભેટ એ આ ડેમુ ટ્રેન ચાલતી હતી જે ચાલુ થતા એનો ફાયદો થશે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મારા શબ્દો આજની તારીખમાં યાદ રાખજો ઋષિકેશ બોલ્યા હતા પંદર વીસ વર્ષ પછીનુ આખા વિસનગરનો સીન આખો બદલાઈ ગયો હશે.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી ઋષિકેશ પટેલ, નગરપાલીકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ ઓફિસર પાર્થ ભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ વિજય ભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી જે.એમ.ચૌહાણ અને નેહાબેન દવે, તાલુકા ભાજપ પ્રમુખ સતીષ ભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી મહેશ ભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન વિજયભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષભાઈ બારોટ તેમજ વિસનગર નગરપાલિકાના કોર્પોરેટર, ભાજપ સંગઠન ના કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...