વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીદ્વારા અમેરિકાના ન્યૂજર્સી ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ એલુમ્ની મીટ ચેપ્ટરનો શુભારંભ કરાયો હતો. આ ઈન્ટરનેશનલ મીટમાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરી યુ. એસ.એ. અને કેનેડામાં સ્થાયી થયેલા 50 થી પણ વધુ એલુમ્ની વિધાર્થીઓ જોડાયા હતા.
ઉપરાંત ફેસબૂકના માધ્યમથી 500થી પણ વધારે લોકોએ ઓનલાઇન લાભ લીધો હતો. જેનો શુભારંભ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, ટેકનીકલ કોર્સ ડાયરેક્ટર ડો.ડી.જે.શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ એલુમ્ની વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી દ્વારા હાલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજવામાં આવતા વિવિધ એકેડેમિક, રિસર્ચ, ઇનોવેશન, ઈનક્યુબેશન, મેન્ટરિંગ, સ્ટાર્ટઅપ, ઇન્ડસ્ટ્રી કોલોબ્રેશન્સ, ઓરિએંટેશન, હેલ્થ કેમ્પ અને સહયોગી પ્રોગ્રામોને બિરદાવી યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય કક્ષાએ સર્વાંગી વિકાસમા સવિશેષ સહયોગી થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.