એજ્યુકેશન:વિસનગરની MN કોલેજની મુલાકાતે યુનિવર્સિટીની તપાસ ટીમ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરની એમ.એન.કોલેજ ખાતે નવિન શરૂ થયેલ વિષય સમાજશાસ્ત્ર અને કોમ્પ્યુટર સાયન્સના યુનિવર્સિટી જોડાણ માટે યુનિવર્સિટીની તપાસ ટીમ યુનિવર્સિટીના ઇ.સી. મેમ્બર હરેશભાઇ ચૌધરીએ મુલાકાત લીધી જેમાં સી.સી. મહિલા આર્ટસ એન્ડ સી.એન. કોમર્સ કોલેજના આચાર્ય ડો.એમ.એફ.પટેલ તથા મહિલા આર્ટસ કોલેજ હિંમતનગરના આચાર્ય ડો.કે.એલ.પટેલ સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ટીમના સભ્યોને કોલેજના આચાર્ય રાજેશભાઇ મોઢે કોલેજની કાર્ય પધ્ધતિથી વાકેફ કરી સમગ્ર કોલેજની મુલાકાત કરાવી હતી.હરેશભાઇએ કોલેજની કાર્ય પધ્ધતિથી તથા માત્ર સરકારી ટોકન ફી થી નવીન વિષયો શરૂ કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરી આચાર્યના નેતૃત્વને બિરદાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...