તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાન્ટ:સ્કિલ ઇન્ડીયા યોજના અંતર્ગત વિસનગર એમ.એન.કોલેજને 80 લાખની ગ્રાન્ટ મળી

વિસનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઈડિયાને પ્રોજેક્ટનું રૂપ આપવા મદદરૂપ બનશે

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પોતાનુ સ્કિલ બતાવવાની અને નવા ઇનોવેશન આઇડિયાને માર્કેટ સુધી પહોંચાડવાનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ગુજરાત નોલેજ સોસાયટી સેલની રચના કરાઇ છે. જેમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી દરખાસ્ત મંગાવાઇ હતી. જેમાંથી ફક્ત છ કોલેજોની પસંદગી કરાઇ છે. જેમાં નેક એક્રિડિટેશન બાદ વિસનગરની એમ.એન. કોલેજ રાજ્યમાં સાૈથી વધુ ગ્રાન્ટ મેળવવામાં સફળ રહી છે .આ યોજના હેઠળ કોલેજને બે વર્ષની રૂ.80 લાખની ગ્રાન્ટને મંજૂરી અપાઇ છે.

એમ.એન. કોલેજના પ્રિન્સીપાલ ડો. આર.ડી. મોઢે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત 'પ્રથમ' નામથી એસએસઆઈપી સેલ શરૂ કરાયો છે. આ સેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઇનોવેટિવ આઈડિયા (નવા વિચારો)ને પ્રોજેક્ટના રૂપમાં રજૂ કરશે તેમને આ યોજના હેઠળ બે લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે. આ પ્રોજેક્ટ વ્યક્તિગત કે સમૂહમાં કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો