રોગચાળાની દહેશત:વિસનગરની આશાપુરા સોસાયટી પાછળ કેનાલમાં ગંદકીથી અસહ્ય દુર્ગંધ

વિસનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહીશોની ગટરના પાણીના નિકાલની રજૂઆત કોઇ સાંભળતું નથી
  • ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રહીશોમાં રોગચાળાની દહેશત

વિસનગર સિવિલ હોસ્પિટલ પાછળ આશાપુરા સોસાયટી પાસેથી પસાર થતી વરસાદી પાણીની કેનાલમાં ગટરનું પાણી આવે છે અને તેનો યોગ્ય નિકાલ થતો ન હોઇ દુર્ગંધથી રહીશો હેરાન થઇ રહ્યા છે. જે અંગે પાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં ગંદા પાણીનો યોગ્ય નિકાલ આવ્યો ન હોવાનો રોષ રહીશોએ વ્યક્ત કર્યો હતો.

વિસનગર સિવિલ હોસ્પિટલ પાછળ આવેલી આશાપુરા સોસાયટી, સિદ્ધેશ્વરી વિસ્તાર તેમજ ખોડિયાર નગર વિસ્તારમાં થઈ વરસાદી પાણીની કેનાલ પસાર થાય છે. આશાપુરા સોસાયટી પાછળ કેનાલમાં ગટરનું પાણી આવે છે અને તેનો નિકાલ ન થતો હોઇ ભરાઈ રહેતું પાણી દુર્ગંધ મારે છે. જેના કારણે રહીશોમાં રોગચાળાનો ભય રહે છે. આશાપુરા સોસાયટીના રહીશ ઉપેન્દ્રભાઈ નાયકે જણાવ્યું કે, અમે નગરપાલિકામાં પાણીનો યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ હતી. જો આમને આમ રહેશે તો રહીશો રોગચાળાનો ભોગ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...