વિસનગરમાં APMC હોલ ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા લાઇન મેન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વીજળીના થાંભલા પર શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસાની ઋતુ હોય, પણ જીવના જોખમે લાઇન મેન્સ કામગીરી કરતા હોય છે. તેમની આ પ્રકારની કામગીરીને સન્માન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈમ મેનની કામગીરી કરતા લોકોને શાલ ઓઢાડી સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યકમમાં વીજ કંપનીના અધિકારી કે.જી.પ્રજાપતિ, APMC ચેરમેન પ્રિતેશ પટેલ, વિસનગર તાલુકા ભાજપ મહામંત્રી મહેશ પટેલ, પૂર્વ કોર્પોરેટર નારાયણ પટેલ તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
લાઇન મેન (ઇલેક્ટ્રીસીટી ટેકનિશિયન) કે જેઓ વીજ ક્ષેત્રના મહત્ત્વના ભાગ તરીકે ઓળખાય છે. હકીકતમાં તેઓ ઉર્જા અને સમાજને જોડતો સેતુ છે. તેમના સન્માનમાં આ દિવસ ઉજવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.