તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઘાત:ઘાઘરેટમાં 10 દિવસમાં બે સગાભાઇનાં કોરોનાથી મોત

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પટેલ પરિવારે એકસાથે બબ્બે કંધોતર ગુમાવ્યા

વિસનગર પંથકમાં કોરોનાએ કહેર મચાવ્યો છેે. તાલુકાના ઘાઘરેટ ગામમાં છેલ્લા 10 દિવસમાં બે યુવાન સગાભાઇનાં કોરોનામાં મોત નીપજ્યાં છે. જેમાં એક ભાઇ બાકરપુર પ્રાથમિક શાળામાં અાચાર્ય તરીકે નોકરી કરતા હતા.

ઘાઘરેટ ગામના ખેડૂત પટેલ રાકેશ માધવલાલ નામના 42 વર્ષીય યુવકને તાવ, શરદી અને ઉઘરસ જેવા લક્ષણો જોવા મળતાં કરાવેલો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તેમના ભાઇ અને બાકરપુર પ્રાથમિક શાળામાં આચાર્ય પટેલ મુકેશકુમાર માધવલાલે સારવાર અર્થે વિસનગર સિવિલમાં ખસેડ્યા હતા. જ્યાં ગત 30 એપ્રિલે રાકેશભાઇનું મોત થયું હતું.

તેમના મૃત્યુ બાદ મુકેશભાઇ પણ બીમાર પડતાં તેમને સારવાર અર્થે શંકુઝમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું પણ શુક્રવારે રાત્રે મોત થતાં પરિવારે બબ્બે જુવાનજોધ દીકરા ગુમાવતાં શોક છવાઇ ગયો હતો. ગામમાં અત્યાર સુધી કોરોનાથી 10 લોકોના મૃત્યુ થયા છે. હાલ ગામમાં કેસો ઘણા ઓછા થઇ ગયા હોવાનું ગામના તલાટીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...