તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સવાલા પાસેથી ગાડીમાંથી 288 બોટલ દારૂ સાથે બે શખ્સ ઝબ્બે

વિસનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પોલીસે રૂ.1.39 લાખનો મુદ્દામાલ કબજે લીધો

વિસનગર તાલુકા પોલીસે સવાલા નજીક વોચ ગોઠવી સેન્ટ્રો ગાડીમાંથી વિદેશી દારૂની 288 બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂ, બે ફોન અને ગાડી મળી રૂ.1.39 લાખનો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કર્યો છે.

તાલુકા પોલીસને કાંસાથી સવાલા જતા રોડ ઉપર વિદેશી દારૂ ભરેલી ગાડી નીકળવાની હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઇન્ચાર્જ પીઆઇ. ડી.આર.રાઠોડ સહિત સ્ટાફે સવાલા નજીક ફાર્મ પાસે નાકાબંધી કરી હતી. ત્યારે સેન્ટ્રો ગાડી (જીજે 06 બીએ 8505) આવતાં તેને રોકી તપાસ કરતાં અંદરથી દારૂની 288 બોટલ મળી આવી હતી. આથી પોલીસે મહેશ ગોટુલાલજી (રહે. હોલી, ઉદેપુર રાજસ્થાન) અને હિતેશ બાબુલાલ (રહે. લદાની, ઉદેપુર)ની રૂ.38640ના વિદેશી દારૂ, બે મોબાઇલ અને સેન્ટ્રો ગાડી મળી રૂ.1,39,640ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આ બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો