બુટલેગર પોલીસના સંકજામાં:વિસનગરના સુંશી રોડ પર ઇકો ગાડીમાંથી 166 બોટલ વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા, 5.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેર પોલીસે સેવાલિયા ઉપરથી સુંશી રોડ પર બાતમીના આધારે એક ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 166 સહિત 2 ઈસમો ને ઝડપી લીધા હતા. પોલીસે કુલ 5.81 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 ઈસમો સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પ્રોહી ડ્રાઇવ લગત પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કડા દરવાજા રોડ પર હાજર હતા. ત્યારે પી.આઇ એસ.એસ.નિનામાને બાતમી મળી હતી કે, સેવાલિયા ઉપરથી સુંશી રોડ ઉપર એક ઇકો ગાડી નંબર જીજે.02.ડી.પી.0242 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો મુદ્દામાલ ભરીને આવનાર છે. જે હકીકતને આધારે સુંશી સેવાલિયા રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં સફેદ કલરની ઇકો ગાડી આવતા તેને ઉભુ રખાવવા ઈશારો કરતા ઊભી રાખી નહિ અને પોલીસે પીછો કરી ગાડીને ઝડપી લીધી હતી. પોલીસે ગાડીમાંથી ઠાકોર કાર્તિકજી ગોવિંદજી રહે. કેશરપુરા (ડભોડા) તેમજ ઠાકોર કનુજી બાબુજી રહે.બાજપુરાને ઝડપી લીધા હતા. આ અંગે પૂછતાં જણાવ્યું હતું કે, વિદેશી દારૂનો મુદ્દામાલ રાહુલ રહે. વિસનગર વાળાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 166 કીમત રૂ. 18,480 તથા સફેદ કલરની ગાડી કીમત રૂ. 5,50,000 તથા મોબાઈલ નંગ 2 કીમત રૂ. 12,000 તેમજ રોકડ રકમ રૂ. 1050 મળી કુલ રૂ. 5,81,530 નો મુદ્દામાલ કબજે લઇ બે ઈસમોને ઝડપી લઈ વિસનગર શહેર પોલીસ મથકમાં 3 સામે ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...