અકસ્માત:લાછડી પાસે ઊભેલા ટ્રેલર પાછળ બાઇક ઘૂસી જતાં અમદાવાદના બે મિત્રોનાં મોત

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્યુષણ ચાલતાં હોઇ તારંગા દર્શન કરી ઘરે પરત જતાં અકસ્માત
  • મેમનગના મૃતક જૈમન શાહના પરિવારે પુત્રની આંખોનું દાન કર્યું

વિસનગર તાલુકાના કડા-લાછડી રોડ પર ઊભેલા ટ્રેલરની પાછળ બાઇક ઘૂસી જતાં બાઇક સવાર અમદાવાદના બે મિત્રોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. બંને યુવકો સતલાસણા તાલુકાના તારંગા દર્શન કરી અમદાવાદ પરત જઇ રહ્યા હતા. પોલીસે ટ્રેલરચાલક સામે ગુનો નોંધ્યો છે.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં વૈભવ ફ્લેટમાં રહેતા જૈનમ રિતેશકુમાર શાહ તેના મિત્ર મિસ્ત્રી તેજસ પ્રભુદાસ સાથે શુક્રવારે બાઇક (જીજે 27એએસ 2905) લઇ અમદાવાદથી તારંગા જૈન દેરાસરે પર્યુષણ હોઇ દર્શન કરવા આવ્યા હતા. જ્યાંથી પરત અમદાવાદ જઇ રહ્યા હતા ત્યારે વિસનગર તાલુકાના કડા-લાછડી રોડ ઉપર ઊભેલા ટ્રેલર (આરજે 48 જીએ 0113)ના પાછળના ભાગે બાઇક અથડાયું હતું. જેમાં જૈનમ શાહ અને તેજસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે બંને મૃતકોના મૃતદેહ વિસનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ બાદ પરિવારને સોંપ્યા હતા. આ બનાવ અંગે જૈનમના પિતા રિતેશકુમાર હસમુખલાલ શાહે વિસનગર તાલુકા પોલીસ મથકે ટ્રેલરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મૃતક જૈમનની આંખો પરિવારે દાન કરી
અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના જૈનમ શાહના પરિવારજનો વિસનગર સિવિલમાં દોડી આવ્યા હતા અને તેમના દીકરાની આંખોનું દાન કરવા કહેતાં સિવિલના તબીબો તેમજ તાલુકા પોલીસના માર્ગદર્શનથી અન્ય અંધ યુવકને રોશની આપવા ચક્ષુદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...