તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વિસનગરમાં કોંગ્રેસના બે પૂર્વ તાલુકા-જિલ્લા ડેલિગેટ, પૂર્વ તા.પં. પ્રમુખ સહિતનાં રાજીનામાં

વિસનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સંગઠનના હોદ્દેદારોને અંધારામાં રાખી ફોન કરાતાં નારાજગી

વિસનગર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસે શનિવારે તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા મેન્ડેટ પૈસાથી વેચાયા હોવાનો આક્ષેપ કરી સંગઠનના 17 સભ્યોએ રાજીનામાં ધરી દેતાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. જિ.પં.ની કાંસા એનએ સીટની ટિકિટ મુદ્દે પૈસાની માંગણી કરવાનો અને મનફાવે તેમ સંગઠનને અંધારામાં રાખી મેન્ડેટની વહેંચણી કર્યાનો આક્ષેપ કરાયો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઇ પટેલે જણાવ્યું કે, પ્રદેશ કક્ષાએથી મેન્ડેટ તાલુકા સમિતિને આપવાના હોય છે અને તાલુકા પ્રમુખ ચૂંટણી અધિકારીને આપતા હોય છે. પરંતુ જિલ્લા સંગઠનના મળતિયાઓએ ગામડે ગામડે ફરી પૈસાની માંગણી કરી બારોબાર મેન્ડેટ વેચવાનો ધંધો કર્યો છે, જે અંગે પ્રદેશમાં રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણય ન લેવાતાં મેં તાલુકા પ્રમુખપદેથી મારી ટીમ સાથે રાજીનામું આપ્યું છે.

આ આગેવાનોએ રાજીનામાં ધરી દીધાં
મહેશ પટેલ (પૂર્વ જિલ્લા સદસ્ય), ગાયત્રીબેન પટેલ (પૂર્વ જિલ્લા સદસ્ય), પરષોત્તમ પટેલ (તાલુકા પ્રમુખ), પ્રવિણભાઇ પટેલ (પૂર્વ તા.પં.પ્રમુખ), કમલેશ પટેલ, પ્રહલાદસિંહ રાજપૂત (ઉપપ્રમુખ, જિલ્લા કોંગ્રેસ), કિરણસિંહ ચાવડા (પ્રમુખ, યુથ કોંગ્રેસ), શની પટેલ (પ્રમુખ એનએસયુઆઇ), ઇન્દ્રવદન પટેલ (પૂર્વ તાલુકા સદસ્ય), સોનલ અ.પટેલ (પૂર્વ તાલુકા સદસ્ય), સેંધાજી ઠાકોર (તાલુકા મહામંત્રી), બિપીન રાઠોડ, બળવંતસિંહ રાજપૂત (ઇન્ચાર્જ મહામંત્રી, તાલુકા કોંગ્રેસ), બાબુ રાયકા (જિલ્લા મંત્રી), હિરેન પટેલ, કાૈશિક પટેલ (યુથ, મહામંત્રી), મહેશ રાઠોડ (જિલ્લા એસસી સેલ ચેરમેન)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો