પર્વના દિવસે અકસ્માત:વિસનગરમાં ટ્રકે ઇકો ગાડીને ટક્કર મારી; બેને ઇજા થતા ફરિયાદ નોંધાઈ

વિસનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના સવાલા ગામથી આગળ સાહિલવિલા સોસાયટી પાસે મહેસાણાથી સારવાર કરાવી ઇકો ગાડીમાં પરત આવતા ટ્રકે પાછળથી ટક્કર મારતા ઇકોમાં સવાર બેને ઇજાઓ થતા ટ્રક ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિસનગર તાલુકાના ભાલક ગામના ઈલિયાસ કાલુભાઈ શેખ તેમના મોટાભાઈ શેખ નીયાજભાઈની ઇકો ગાડી લઈ ગામના પઠાણ નાજીરખાન મુલાયમખાન તેમના નાના ભાઈ સાલીરખાન મુલાયમખાન મળી મહેસાણા શંકુશ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યા વિસનગર તરફના હાઇવે રોડ પર સવાલા ગામથી સાહિલવિલા સોસાયટી પાસે ટ્રકે ઇકો ગાડીને ટક્કર મારતાં ગાડી પલટી મારી ગઈ હતી. જેમાં ઈલિયાસ ભાઈ, નાજીરભાઈ તેમજ સાબિર ખાનને ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આમ ટ્રકના ચાલકે ઇકો ગાડીને ટક્કર મારી ગાડીમાં સવાર ત્રણને ઇજાઓ પહોંચાડતા ટ્રક ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...