તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓમાં અસમંજસ:વિસનગરમાં આજથી બજાર ખોલવા કે નહીં ? મુદ્દે વેપારીમાં બે ભાગ પડ્યા

વિસનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિસનગર વેપારી મહામંડળે 9 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું, કોપરસિટીની આજથી બજાર ખોલવા જાહેરાત

વિસનગર વેપારી મહામંડળે 9 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની, તો કોપરસિટી વેપારી મંડળે સોમવારથી બજાર ખોલવાની જાહેરાત કરતાં વેપારીઓમાં બે ભાગ પડી ગયા છે. જેને લઇ સોમવારે બજાર ખોલવા કે નહીં તેને લઇ વેપારીઓ અસમંજસમાં મુકાયા છે.

વિસનગરમાં ગત શુક્રવારે મળેલી વેપારીઓની મિટિંગમાં સોમવારથી રાબેતા મુજબ બજારો ખોલવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન, શહેરમાં કોરોના કેસ અને મોત વધતાં રવિવારે ધારાસભ્ય ઋષિકેશ પટેલ, પ્રાંત અધિકારી સી.સી. પટેલ, મામલતદાર, ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલ સહિત વેપારીઅો સહિત નાગરિકોની મિટિંગ હરિહર સેવા મંડળ ખાતે મળી હતી. જેમાં કોપર સિટી મર્ચન્ટ એસોસીએશનના હોદ્દેદારો હાજર રહ્યા ન હતા.

મિટિંગમાં હાલની પરિસ્થિતિ ગંભીર હોઇ ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલે સપ્તાહ સુધી બજારો બંધ રાખવા અપીલ કરતાં વેપારી મહામંડળે 9 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. જેના એક કલાક બાદ કોપરસિટી મર્ચન્ટ એસોસીએસને સોમવારે રાબેતા મુજબ બજારો ખોલવાનો સોશિયલ મીડિયામાં મેસેજ મૂકતાં વિવાદ થયો હતો. આ અંગે કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે, 30મીએ મળેલી મિટિંગમાં વેપારીઓની લાગણી હતી કે સોમવારે બજાર ખોલવું જોઈએ જેથી સર્વસંમતીથી આ નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો