તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:ઉછીના આપેલ પૈસા મુદ્દે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી

વિસનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વિસનગર શહેરની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ શંકરલાલ પટેલ ત્રણ દરવાજા ટાવર પાસે અાવેલ હીરા બજારમાં હીરાની લે-વેચ કરે છે. મહેન્દ્રભાઇની અોફિસે ગાંધીનગરના વનરાજસિંહ લક્ષ્મણસિંહ ચાવડા અાવતા હોવાથી તેમની સાથે મિત્રતા બંધાઇ હતી જેમાં તેમને સામાજિક કામ અર્થે પૈસાની જરૂરિયાત ઉભી થતાં મહેન્દ્રભાઇઅે અાપ્યા હતા.

જ્યાં વાયદો પૂર્ણ થતાં મહેન્દ્રભાઇઅે ઉઘરાણી કરતાં વનરાજસિંહે તેમને સાડા ત્રણ લાખના બે ચેક અાપ્યા હતા જેમાં પ્રથમ ચેકની મુદત 02 માર્ચે હોવાથી તેમને ફોન કરતાં તેમણે ચેક ભરતા નહી તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી અાપી હતી તેમ છતાં મહેન્દ્રભાઇઅે બંન્ને ચેક ભરતાં રીટર્ન થયા હતા જેથી તેમણે ફોન કરતાં વનરાજસિંહે ઉપાડ્યો ન હતો.

જેથી તેમણે અોફિસમાં કામ કરતા કર્મચારી મયંકભાઇ કંસારાના ફોન ઉપરથી ફોન કરતાં તેમણે પૈસા નહી મળે અને ઉઘરાણી કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી અાપતાં મહેન્દ્રભાઇ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો