તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારોહ:સાંકળચંદ પટેલ યુનિ.માં આજે તૃતીય પદવીદાન સમારોહ

વિસનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરના નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સંસ્થાપક,પ્રેરણામૂર્તિ અને કર્મવીર સ્વ. સાંકળચંદ દાદાની 34 મી પુણ્યતિથિ ના સ્મરણીય દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તા. 28 નવેમ્બરે તૃતીય પદવીદાન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અતિથી વિશેષ તરીકે સાંસદ શારદાબેન પટેલ,આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડો. જયંતિ રવિ અને ગુજરાત સરકારના હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશનના પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્મા તથા મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર આશિષભાઈ સોપારકર ઉપસ્થિત રહેશે. જેમાં વર્તમાન કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી પદવીદાન સમારોહમાં ગુજરાત સરકારની કોરોના સંક્રમણ સંબંધિત ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરતાં સમારોહનું આયોજન ઓનલાઈન તેમજ ઓફલાઇન મોડમાં કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...