કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ:વિસનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો; ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી

વિસનગર18 દિવસ પહેલા

વિસનગરમાં આજે પવનના સુસવાટા સાથે વીજળીના ચમકારા સાથે તેમજ આકાશમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં થોડીવારમાં જ જોરદાર વરસાદ વરસતા વિસનગર પાણી પાણી થઇ ગયું હતું. આકાશમાં કડાકા ભડાકાના અવાજો સંભળાયા હતા. વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી પાણી જોવા મળ્યા હતા. આકાશમાં કાળા ડિંબાગ વાદળો જોવા મળ્યા હતા. જેમાં વિસનગરમાં સાંજે મળી કુલ 19 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યાં વિસનગરના ઉમા પાર્ક સોસાયટીના એક મકાનમાં વીજળી પણ પડી હતી જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

વિસનગર પથંકમાં સવારથી જ ગરમીથી હાહાકાર મચી હતી. સાંજે વરસાદે જોરદાર બેટિંગ કરતાં પાણી પાણી જોવા મળ્યું હતું. જેમાં વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા પણ સાંભળવા મળ્યા હતા. વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં વરસાદને કારણે સમગ્ર વિસનગર પાણી પાણી થઇ ગયું હતું. બપોર સુધી વરસાદ ના આવતા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા . પરંતુ સમી સાંજે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી પાણી જોવા મળ્યું હતું અને લોકોમાં ખુશીની લહેર ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...