તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:વિસનગરના સ્વાગત બંગ્લોઝમાં દાગીના સહિત 73 હજારની ચોરી

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિવાર ગરમીથી બચવા બહાર સૂતો હતો ત્યારે ઘરમાં હાથફેરો
  • મકાનના પાછળના દરવાજાનો હડો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા

વિસનગર શહેરના થલોટા રોડ પર આવેલ સ્વાગત બંગ્લોઝમાં રહેતો પરિવાર મકાન બંધ કરી બહાર સૂતો હતો, તે દરમિયાન તસ્કરો મકાનના પાછળના દરવાજાનો હડો ખોલી અંદર ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રૂ.40 હજાર રોકડ મળી રૂ.73 હજારની મત્તા ચોરી ગયા હતા. જે અંગે વિસનગર પોલીસે તપાસ હાથ ધરી છે. ઇડર તાલુકાના ગોલવાડા ગામના ઠાકોર ચંદુજી શીવાજી પરિવાર સાથે વિસનગરના સ્વાગત બંગ્લોઝમાં છેલ્લા 20 વર્ષથી રહે છે અને રેલ્વે સર્કલ નજીક દુકાનમાં સોપારીના કટિંગનું કામ કરે છે.

ગત રાત્રે ચંદુજી સહિતનો પરિવાર ઘરની બહાર મકાનને તાળું મારી સૂઇ ગયો હતો. રાત્રી દરમિયાન તસ્કરો મકાનના પાછળના દરવાજાનો હડો ખોલી અંદર ઘૂસી તિજોરીમાં રહેલા ચાંદીના કડલા, ચાંદીની કાંબીઓ, ચાંદીની શેરો, સોનાની બુટ્ટી તેમજ રોકડ રૂ.40 હજાર મળી રૂ.73 હજારની મત્તા ચોરી ગયા હતા. વહેલી સવારે ચંદુજીએ મકાનનો દરવાજો ખોલી અંદર જોતાં માલસામાન વેરણ છેરણ નજરે પડતાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ચંદુજી શીવાજીએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...