વિસનગરના સવાલામાં બંધ મકાનને બુધવારે ધોળેદહાડે ચોરોએ નિશાન બનાવી ધાબા ઉપરની બારી તોડી તિજોરીમાં રહેલ 2 લાખ રોકડ સહિત સોના-ચાંદીના દાગીના ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં મકાન માલિકે આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપી છે.તાલુકાના સવાલા ગામમાં રહેતા અબ્દુલરઝાક અબ્દુલકયુમ શેખની મહેસાણા ખાતે સીંગચણાની દુકાન હોવાથી વહેલી સવારે દંપતી મકાન બંધ કરી દુકાને જાય છે અને રાત્રે ઘરે આવે છે.
બુધવારના રોજ વહેલી સવારે અબ્દુલ રજાક તેમના પત્ની સાથે મકાન બંધ કરી મહેસાણા પોતાની દુકાને ગયા હતા.જ્યાં દિવસભર દરમિયાન ચોરોએ તેમના મકાનના ધાબા ઉપરની બારી તોડી અંદર ઘૂસી ઘરના પાછળના ઓરડામાં મૂકેલ તિજોરી તોડી અંદર રહેલ 2 લાખ રોકડા,સોનાની બુટ્ટી સોનાનું લોકેટ, સોનાની ચેઇન સહિતની 2,54,755ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
રાત્રે દુકાનેથી ઘરે આવેલ અબ્દુલ રઝાકે મકાનના દરવાજો ખોલી અંદર લાઈટ ચાલુ જોતાં તપાસ હાથ ધરી હતી જ્યાં તિજોરી ખુલ્લી અને માલસામાન વેરણછેરણ જોતો ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જે બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે અબ્દુલરઝાકની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.