ફરિયાદ:સવાલાની પરિણીતા પાસે રૂ. બે લાખનું દહેજ માંગી તગેડી મૂકી

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરના સવાલા ગામમાં રહેતી પરિણીતાને પતિએ નાના ભાઇના લગ્ન કરવા બે લાખ રૂપિયાના દહેજની માંગણી કરી મારઝુડ કરી ઘરમાંથી પહેરેલા કપડે તગેડી મૂકી હતી. આથી પરિણીતાના પિયરિયાં તેના પતિને સમજાવવા જતાં તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. જે અંગે પરિણીતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં પતિ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ભાલકમાં રહેતી મરજીનાબાનુ ગોરમખાન બહેલીમનાં લગ્ન ચાર વર્ષ અગાઉ સવાલા ગામમાં રહેતા ચાૈહાણ સલમાનખાને જેનુલ્લાખાન સાથે થયાં છે. 15 દિવસ પૂર્વે પતિ સલમાનખાને નાનાભાઇના લગ્ન કરવાના હોવાથી પિયરમાંથી બે લાખ લાવવાનું કહેતાં જણાવતાં પરિણીતા ભાલક અાવી તેના પિયરજનોને સઘળી હકીકત જણાવી હતી.

જ્યાં ગત 1 જૂનના રોજ મરજીબાનુના નાના અનવરખાન સુબતખાન પઠાણ, માતા બદરૂનીશા અને ભાઇ ફયાઝખાન રીક્ષા લઇ સવાલા અાવી સમજાવવા જતાં તેણીના પતિ ચાૈહાણ સલમાનખાન જેનુલ્લાખાન, ચાૈહાણ મોસીન જેનુલ્લાખાન, જાવેદખાન જેનુલ્લાખાન સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...