કામગીરી:વિસનગર સાંઇવિલાના રહીશોની આત્મ વિલોપનની ચીમકી બાદ દીવાલ હટાવાઇ

વિસનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમેટર ચાલતી હોવા છતાં દબાણ તોડ્યાનો દબાણકારોનો આક્ષેપ

વિસનગર શહેરના કમાણા રોડ પર સાંઇવિલા સોસાયટીથી બંસીધર સોસાયટી થઇ નીકળતા રસ્તામાં સર્વે નં. 2479 વરંડો તેમજ તાર બાંધી દબાણ કર્યું હોવાની રજૂઆત કરાઇ હતી. જેમાં તેમણે અગાઉ તેઓ બાજુમાં આવેલ સરસ્વતી ડી વિભાગની સોસાયટીના રસ્તાનો ઉપયોગ કરતા હતા, પરંતુ તે સોસાયટીવાળા અવાર નવાર રસ્તો બંધ કરી દેતાં હોઇ રસ્તા પૈકીનો વિવાદ થયો હતો. જેમાં સોસાયટીના રહીશો દ્વારા દબાણ હટાવવામાં નહીં આવે તો સોસાયટીના પ્રમુખ વિક્રમસિંહ, ઉપપ્રમુખ વિજયકુમાર અંબાલાલ સહિત 5 સોસાયટીના રહીશોઅ.

નગરપાલિકા સામે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે મંગળવારે પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વરંડાનું દબાણ તોડી પડાયું હતું. જેમાં દબાણકર્તા જીગર દવેએ તેમનું મકાન 40 વર્ષ જૂનું હોવાનું તેમજ પાલિકાએ આવેલ નોટિસમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરેલી હોઇ અમોએ કોર્ટનો નિર્ણય માન્ય રહેશે તેમ જણાવી પ્રાદેશિક કમિશ્નર કચેરીએ રજૂઆત કરી હોવા છતાં પાલિકાએ દીવાલ તોડી પાડ્યાનો આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...