ફરિયાદ:1 કરોડની લાલચમાં વેપારીએ 10 લાખ ગુમાવ્યા

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ દલાલ સહિત નવ શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
  • દેણપ-ઉમતા રોડ પર 5 શખ્સોએ ખોખામાં રૂ. ભરાવ્યા, અન્ય ચાર શખ્સોએ માર મારી ભાગી છૂટ્યા

વિસનગરના દેણપથી ઉમતા જતા રોડ ઉપર 10 રૂપિયા અાપી અેક કરોડની લાલચ અાપી અમદાવાદના વેપારીને બોલાવી પાંચ શખ્સોઅે 10 લાખ રૂપિયા લઇ ખોખામાં પૈસા ભરી અાપી માર માર્યો હતો. ધમકી અાપી પૈસા ભરી ખોખુ તેમજ દલાલને લઇ જઇ છેતરપિંડી કરી હતી. અા બનાવ અંગે દલાલ સહિત નવ શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદની સર્વાનંદ સોસાયટીમાં રહેતા અને મૂળ પાટણના ખારીઘારિયલના પ્રવિણભાઇ નાથાભાઇ પટેલ અમદાવાદમાં ખોડીયાર પાત્રા હાઉસ નામની નાસ્તાની લારી ચલાવે છે.

15 દિવસ પૂર્વે પ્રવિણભાઇના ઘરે તેમના મામાની દીકરીનો દીકરો વિષ્ણુભાઇ આવી વિષ્ણુભાઇઅે તેમના ભાણિયા દિકરા વિશાલને 100,50 અને 20 દરની નોટો બનાવી અા નોટો નકલી હોવાનું જણાવી અા નોટો મારા મિત્ર રણજીતસિંહે અાપી હોવાનું જણાવ્યું હતું અને રણજીતસિંહે મારી પાસે અેક પાર્ટી છે જેને અાપણે 20 લાખ અાપીશુ તો તે અાપણને 70 લાખ અાપશે જે બાબતે દલાલી અાઠ લાખ અાપવી પડશે તેમ જણાવતાં વિશાલે પ્રવિણભાઇને નોટો બતાવી વાત કરતાં લાલચમાં આવી જઇ 6 જાન્યુઅારીએ પ્રવિણભાઇઅે કાકા રોહિતભાઇ પાસેથી 10 લાખ ઉછીના લીધા હતા અને તેમના ભાણિયા વિશાલે પાંચ લાખ મળી 15 લાખ લઇ પ્રવિણભાઇ, વિશાલ અને તેમનો દીકરો ઉમંગ કાર નં. જી.જે.01.કે.પી.9321 લઇને વિષ્ણુભાઇના ઘરે અાવ્યા હતા અને વિષ્ણુભાઇને તારા પાંચ લાખ ક્યાં છે તેમ કહેતાં વિષ્ણુભાઇઅે મારા પૈસા મારી બાજુની દુકાનવાળા જોષી હરેશભાઇ નાગજીભાઇ અાપવાના હોવાની વાત કરી અને ત્યાંથી કાર તેમજ જોષી હરેશભાઇની કાર નં. જી.જે.08.અે.ઇ.1916માં બેસી કમલીવાડા જતા રોડ ઉપર ઉભા રહેલા જ્યાં અેક શખ્સ અાવતાં વિષ્ણુભાઇઅે અા દલાલ રણજીતસિંહ હોવાનું જણાવતાં રણજીતસિંહ કાર માં બેસી ગયો હતો.

પ્રવિણભાઇઅે રણજીતસિંહને 8 લાખ દલાલી વધારે હોવાનું જણાવી સોદો કેન્સલ કરો જેથી રણજીતસિંહે મને ચાર લાખ દલાલી અાપજો તમને 70 લાખની જગ્યામાં અેક કરોડ અપાવીશ તેમ વાત કરતાં પ્રવિણભાઇ લાલચમાં અાવી ગયા હતા અને ભાણા વિષ્ણુભાઇ અને તેના મિત્ર હરેશભાઇ જોષીને દલાલી અાપવી ન પડે હુ અમદાવાદ જાઉ છુ તેમ કહી તેથી તેમને ઘરે મોકલી દીધા હતા.

સાંજે છ વાગ્યે બાઇક ઉપર બે શખ્સોઅે તેમને તેમની પાછળ ગાડી લઇ અાવવાનું કહેતાં તેમની પાછળ ગયા હતા જ્યાં સીંગલ પટ્ટી રોડ ઉપર ખેતર નજીક અોરડી પાસે ગાડી ઉભી રાખવી બાઇક ઉપર બેઠેલ બે શખ્સો અને અોરડીમાંથી ત્રણ શખ્સો હાજર હતા અને અોરડીની ભોયતળીયે છુટી છવાઇ નોટો પાથરેલી હતી.

કારમાંથી 4 શખ્સો આવતાં દલાલ સહિત તમામ રૂ. લઇ ફરાર
રણજીતસિંહે કહેલ કે તમારી બેગો અાપી દો અેક કરોડ રૂપિયા ભરીને અાપી દેશે અને હાલ અાજુબાજુમાં ક્યાંક બેસો જેથી પ્રવિણભાઇ દેણપના મુખ્ય દ્વારે અાવીને બેઠ્યા હતા અેક કલાક બાદ રણજીતસિંહે ફોન કરી અંદર બોલાવતાં અા પાંચ શખ્સોઅે પુંઠાના ખોખામાં પૈસા ભરીને અાવી તેમાં હાથ નંખાવી અા અેક કરોડ છે તેમ કહેતાં પ્રવિણભાઇઅે 10 લાખ અાપ્યા હતા અને તેમની ગાડીની ડેકીમાં પૈસા ભરેલ ખોખુ મુકી દીધું હતું.

તે દરમિયાન અેક સિલ્વર કલરની ગાડી અાવી હતી જેમાંથી પ્લાસ્ટીકની લાઠીઅો તેમજ હોકીઅો લઇ ઉતરેલ ખાખી પેન્ટ અને ગરમ જેકેટ વાળા ચાર શખ્સોઅે અહી દારૂ પીવા ઉભા છો તેમ કહી ધમકાવી ગાડીની ડેકીમાંથી પૈસા ભરેલ ખોખાને ગાડીમા મૂકી માર મારી દલાલ રણજીતસિંહને લઇ ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...