પ્રતિમાનું અનાવરણ:વિસનગર વસાવનાર મહારાજા વિશળદેવ વાઘેલાની પ્રતિમાનું આવતીકાલે અનાવરણ કરાશે; મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં જી.ડી.હાઇસ્કુલ સામે વિસનગર વસાવનાર અને વિસનગરનું તોરણ બાંધનાર એવા મહારાજા વિશળદેવ વાઘેલાની પ્રતિમાનું અનાવરણ આવતીકાલે કરવામાં આવશે. જેમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે શોભાયાત્રા સવારે 8:00 કલાકે કડા દરવાજા બહુચર માતાજીના મંદિરથી નીકળશે અને સમસ્ત શહેરમાં ફરી જીડી હાઇસ્કુલ સામે આવશે. જ્યાં મહારાજા વિશળદેવ વાઘેલાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

વિસનગરના સ્થાપક મહારાજા વિશળદેવ વાઘેલાની પ્રતિમાના અનાવરણમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ આરોગ્યમંત્રી તેમજ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ આશીર્વાદ માટે સંતો અને મહંતો પણ હાજરી આપશે. તેમજ વિસનગરની જાહેર જનતા પણ આ પ્રતિમાના અનાવરણ સમયે હાજરી આપશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તમામ જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...