તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વિસનગરમાં ત્રણ દરવાજાથી પટેલવાડી તરફ જતો રોડ ચૂંટણી સુધી નવો નહીં બને

વિસનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વિસનગરના ત્રણ દરવાજાથી પટેલ વાડી તરફ જતા રોડ પર પડેલ ખાડાથી શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે. - Divya Bhaskar
વિસનગરના ત્રણ દરવાજાથી પટેલ વાડી તરફ જતા રોડ પર પડેલ ખાડાથી શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે.
 • શહેરીજનોએ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી હાલાકી વેઠવી પડશે
 • ખાડાખૈયાવાળા રોડના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે પરેશાન

વિસનગર શહેરના ત્રણ દરવાજા ટાવરથી સવાલા તરફ જતા રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી પડેલા ખાડાને કારણે વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. સવાલા દરવાથી એમ.એન. કોલેજ રોડ બની ગયો, પણ આ નવીન રોડ ક્યારે બનશે તેને લઇ ચર્ચા જાગી છે. પાલિકાના સૂત્રોએ વર્કઓર્ડર આપવાનો બાકી હોવાનું જણાવ્યું હતું.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડેલા ખાડાઓનું સમારકામ કરી નવીન રોડ બનાવાયા છે. જ્યારે ત્રણ દરવાજા ટાવરથી સવાલા તરફ જતા રોડ છેલ્લા ઘણા સમયથી ખાડાખૈયા વાળો છે. આ મુદ્દે પાલિકામાં અનેક રજૂઆતો પણ થઇ છે. શહેરીજનોના જણાવ્યા પ્રમાણે, શહેરનો સૌથી વધુ વાહનો પસાર થતો આ રોડ જ બાકી રાખ્યો છે, જે નવીન રોડ બનવો જોઇએ. આ અંગે પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે, ગાૈરવપથથી ત્રણ દરવાજા તેમજ સવાલા દરવાજા તરફ જતા રોડના ટેન્ડર મંજૂર કરી દેવાયા છે. પરંતુ ચૂંટણી આચારસંહિતા આવતાં વર્કઓર્ડર આપવાનો બાકી છે. ચૂંટણી પૂરી થયા બાદ તાકીદે કામગીરી શરૂ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો