રજૂઆત:વિસનગરમાં સંગીતના ઓર્ગેનાઈઝરોએ પરવાનગી લેવા મામલતદારને આવેદનપત્ર આપ્યુ

વિસનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં સંગીત તેમજ સાઉન્ડ સાથે જોડાયેલા વ્યાપારીઓ કોરોના મહામારી થી છેલ્લા ઘણા સમયથી બેકાર હોવાથી આગામી સમયમાં સંગીત અને સાઉન્ડ ને લગતા ધંધાની પરમિશન મેળવવા મુદ્દે એકઠા થયા હતા અને મામલતદાર કચેરી જઇ તેમનો રોજગાર શરૂ થાય તે માટે સરકારમાં ભલામણ કરવા આવેદનપત્ર આપી પરમિશન આપવાની માગણી કરી હતી.

આ અંગે રબારી બળદેવભાઇ બીજલભાઇ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ માસથી સંગીત અને સાઉન્ડ સાથે સંકળાયેલા તમામ લોકો બેકાર હાલતમાં હોય આગામી સમયમાં તેમને રોજગાર શરૂ કરવા પરમિશન મળે તે માટે આવેદનપત્ર અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...