દુર્ઘટના:મંડાલી દૂધ મંડળીના મંત્રીના ગળામાં કાતિલદોરી ફસાતાં ગાલ કપાઇ ગયો

વિસનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુના મલેકપુર પાટિયા પાસે એક્ટિવા લઇને જતાં દોરી વાગી

ખેરાલુ તાલુકાના મલેકપુર પાટિયા નજીક એક્ટિવા લઇ પસાર થઇ રહેલા મંડાલી ગામની દૂધ મંડળીના મંત્રીના ગળામાં કાતિલ દોરી ફસાઇ જતાં ગાલ કપાઇ ગયો હતો. ખેરાલુ તાલુકાના મંડાલી ગામની દૂધ મંડળીના મંત્રી પ્રજાપતિ ગાંડાભાઇ મોતીભાઇ શનિવારે સાંજે એક્ટિવા લઇ ખેરાલુથી મંડાલી તરફ આવી રહ્યા હતા.

દરમિયાન મલેકપુર પાટિયા પાસે અચાનક તેમના ગળામાં દોરી આવી ગઇ હતી અને મોઢાના ભાગે દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યા હતા. જ્યાં રોડ ઉપર પસાર થતા રામપુરાના યુવકોની નજર પડતાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડનગર સિવિલમાં અને ત્યાંથી મહેસાણા રીફર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...