વિસનગરમાં રહેતી યુવતીને તેના પ્રથમ લગ્નમાં જન્મેલા દીકરાને લઇ તેના બીજા પતિએ શારીરિક- માનસિક ત્રાસ આપી ઘરમાંથી તગેડી મૂકી હોવાની ફરિયાદ વિસનગર પોલીસમાં નોંધાઇ છે. મૂળ ડીસાના અને હાલ વિસનગરની આદર્શનગર સોસાયટીમાં રહેતાં આશાબેનનાં પ્રથમ લગ્ન અમદાવાદમાં જોશી ગિરધારીલાલ અમરચંદ સાથે થયા હતા. તેમના લગ્ન જીવનમાં એક પુત્ર હતો.
આશાબેનને પતિ સાથે મનમેળ ન રહેતાં ગિરધારીલાલ સાથે છુટાછેડા લઇ પુત્ર ગૌતમ સાથે પિયર રહેતી હતી અને પાંચ વર્ષ અગાઉ ડીસાના ખત્રી ઓમપ્રકાશ અરવિંદભાઇ સાથે પુત્ર ગાૈતમને સાથે રાખવાની શરતે પ્રેમલગ્ન કર્યાં હતાં. શરૂઆતમાં ઓમપ્રકાશ બંનેને સારી રીતે રાખતા હતા, પરંતુ બીજા પુત્રનો જન્મ થતાં ઓમપ્રકાશે આશાબેનને ગાૈતમને રાખવો હોય તો પિયરમાંથી પૈસા લઇને આવ તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ગત 15 મેના રોજ આ તારો છોકરો રાખવાનો નથી તેમ કહી પહેરેલા કપડે તગેડી મૂકતાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.