મતદાન:વિસનગરના સુંશીમાં સૌથી વધુ 84.12 અને સૌથી ઓછું કાંસા એનએમાં 58 ટકા મતદાન

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજે 5 વાગ્યા સુધીમાં પાંચ ગ્રામ પંચાયતમાં સરેરાશ 64.20 ટકા મતદાન
  • ઠંડીની અસરથી સવારે મતદાન નિરસ રહ્યું, બપોર બાદ મતદાન કરવા ધસારો વધ્યો

વિસનગર તાલુકાના કાંસા અેનઅે, કાંસા, ભાન્ડુ, વાલમ અને સુંશી ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી 64.20 ટકા મતદાન યોજાયું હતું. જેમાં સૌથી વધુ 84.12 ટકા મતદાન સુંશી ગ્રામ પંચાયતનું જ્યારે સાૈથી ઓછુ કાંસા અેનઅે પંચાયતનું 58 ટકા નોંધાયું હતુ.

વિસનગર તાલુકાની 10 ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં ચાર પંચાયતો તેમજ ગુંજા ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ થવા પામી હતી જ્યારે તાલુકાના કાંસા અેનઅે,કાંસા, ભાન્ડુ, વાલમ અને સુંશી ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો તેમજ ગુંજા ગ્રામ પંચાયતના વોર્ડનું રવિવારે મતદાન યોજાયું હતું.

જેમાં વહેલી સવારે ઠંડીનો માહોલ હોવાથી 7 વાગ્યાથી નવ વાગ્યા સુધી અોછુ મતદાન થવા પામ્યું હતું જ્યાં 9 થી 11 વાગ્યા દરમિયાન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડતાં બુથો ઉપર લાંબી લાંબી લાઇનો જોવા મળી હતી. સાંજે પાંચ વાગ્યા સુધી સાૈથી વધુ સુંશી ગ્રામ પંચાયતનું 84.12 ટકા મતદાન થવા પામ્યું હતું. અને કાંસા અેનઅે પંચાયતનું સાૈથી અોછુ 58.35 ટકા મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...