દીકરી ગાયબ, પિતા ચિંતામાં:વિસનગરમાં સોસાયટીમાં કામ કરવાનું કહી નીકળેલી યુવતી ઘરે પરત ન આવતા પિતાએ અપહરણની ફરિયાદ નોધાવી

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરમાં એક 17 વર્ષીય યુવતીએ સોસાયટીમાં કામ કરવાનું કહી ઘરેથી નીકળી હતી પરંતુ પરત આવતા યુવતીના પિતાએ અજાણ્યા ઇસમ સામે અપહરણની ફરિયાદ વિસનગર શહેર પોલીસ મથકમાં નોધાવી હતી.

​​​​​​​વિસનગરની એક સોસાયટીમાં રહેતી એક યુવતી એ પોતાની માતા સાથે સોસાયટીમાં જઈ ઘરનું કામકાજ કરતી હતી. જે 17 વર્ષીય યુવતી તેના માતા પિતા ઘરે ન હોવાથી યુવતી તેના માતા પિતાને કહ્યું હતું કે તે હું જમી પરવારી ને સોસાયટીમાં કામ કરવા જઈશ તેથી યુવતીના માતા પિતા છોગાળા ગામે ગોગા મહારાજ ના દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ ઘરે આવતા યુવતીના પિતા રીક્ષા લઈને બજારમાં ગયા હતા ત્યારબાદ તેમની પત્નીએ ફોન કરી જણાવ્યું હતું કે દીકરી ઘરે આવેલ નથી. ક્યાંક જતી રહી છે જેથી પિતા ઘરે આવી સોસાયટી માં જઈ તપાસ કરતા મળી આવી ન હતી ત્યારબાદ સગા સંબધીઓ ને પણ જાણ કરતા ત્યાં પણ મળી ન આવતા યુવતીના પિતાએ અજાણ્યા ઇસમ સામે અપહરણની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...