સેવા કાર્ય:ભાન્ડુના પૂર્વ સરપંચે જન્મદિને 150 કન્યાઓના પોસ્ટમાં ખાતાંઓ ખોલાવી રૂ. 250 જમા કરાવ્યા

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુકન્યા યોજનાના ખાતા ખોલાવી સમાજને નવો રાહ ચિંધ્યો - Divya Bhaskar
સુકન્યા યોજનાના ખાતા ખોલાવી સમાજને નવો રાહ ચિંધ્યો
  • દિકરીઓના પ્રોત્સાહન માટે ખાતાઓ ખોલવાનો નિર્ધાર કર્યો : કલ્પેશભાઇ પટેલ

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના પૂર્વ સરપંચ પટેલ કલ્પેશભાઇ કાન્તિલાલ(ગોપીભાઇ)અે પોતાના જન્મદિનની ઊજવણી કંઇક અલગ રીતે જ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં સરકારમાં હાલમાં ચાલતી સુકન્યા યોજના હેઠળ ગામની દિકરીઅોના ખાતાઅો ખુલી જાય તેમજ તેમના ખાતામાં માતા-પિતા પણ બચત કરી શકે તેવી વ્યવસ્થાના ભાગરૂપે દિકરીઅોના પોસ્ટમાં ખાતાઅો ખોલવાનો નિર્ધાર કર્યો હતો . જેમાં તેમણે જન્મદિને ગામની 150 દિકરીઅોના સુકન્યા યોજના હેઠળ પોસ્ટમાં ખાતા ખોલાવી અેક-અેક ખાતામાં 250 રૂપિયા જમા કરાવી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

અા અંગે કલ્પેશભાઇઅે જણાવ્યું હતું કે દિકરીના માતા-પિતામાં તેમની દિકરી મોટી થાય ત્યારે તેના લગ્નના સહિતના ખર્ચમાં અગડતા ન પડે તેમજ બચતની સાથે સાથે દિકરીઅોને પ્રોત્સાહન મળે તે માટે મે પોતાના જન્મદિને અા ખાતાઅો ખોલવાનો નિર્ધાર કર્યો હતો. અા ખાતામાં અેકવાર પૈસા જમા કરાવ્યા બાદ દિકરીની 18 વર્ષની ઉંમર થયા બાદ જ પૈસા ઉપાડવાની જોગવાઇ હોવાથી અા પૈસાનો માતા-પિતા દિકરી માટે સારી રીતે ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...