તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:વિસનગરમાં આવેલી સમર્થ ડાયમંડ ફેકટરીના બિલ્ડીંગમાં લાગેલી આગ છ કલાકની મહેનત બાદ કાબુમાં લેવાઇ

મહેસાણાએક મહિનો પહેલા
 • વિસનગર ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આવી
 • આગને પગલે ડાયમંડ ફેકટરીમાં ભારે નુક્ષાનની આશંકા

મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા નૂતન સ્કૂલ સામે આવેલી સમર્થ ડાયમંડ ફેકટરીના બિલ્ડીંગમાં રાત્રે 8 વાગ્યાના સુમારે એકા એક ધુમાડા ઉડવા લાગ્યા હતા. ધૂળેટીને લઈ ડાયમંડ યુનિટ બંધ હોવા છતાં ધુમાડા નીકળતા સ્થાનિકોએ તપાસ કરી તો આગ લગ્યાનો બનાવ સામે આવ્યો હતો.

આગને લઇને સ્થાનિકોએ વિસનગર ફાયર ટીમને જાણ કરતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવા પ્રયાસ હાથ ધરાયા હતા. જોકે, ઉપરના માળે આગ લાગી હોવાથી જોત જોતામાં આગ વિકરાળ બનતા મહેસાણા, ખેરાલુ, વિજાપુર, ઊંઝા, અને મહેસાણા ongc સહિત કુલ આઠ ફાયર ફાઇટર બ્રાઉઝર અને અગ્નિશામક દળોની મદદ લેવામાં આવી હતી.

ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવતા સતત 6 કલાકના પ્રયાસ બાદ આગ કાબુમાં આવી હતી. જોકે, આગને પગલે ડાયમંડ ફેકટરીમાં ભારે નુક્ષાનની આશંકા ઓ સેવાઈ રહી છે તો આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો