તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:2 સંતાનોના બાપે મૈત્રીકરાર કરી વારંવાર દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી બનાવી

વિસનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિસનગરના યુવકના પરિવારે મારપીટ કરતાં યુવતીએ ઊંઘની ગોળીઓ ખાધી

વિસનગરમાં દીકરી સાથે રહેતી યુવતીને પરિણીત શખ્સે લગ્નની લાલચ આપી મૈત્રીકરાર કરી વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી. દરમિયાન યુવકના પરિવારજનોએ યુવતીને અપશબ્દો બોલી મારતાં ઊંઘની ગોળીઓ ખાઇ લેતાં સારવાર અર્થે ખસેડાઇ હતી. યુવતીની ફરિયાદને આધારે 5 સામે ગુનો દાખલ કર્યો છે.

વિસનગરમાં પતિ સાથે છુટાછેડા લઇ દીકરી સાથે રહેતી અને બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતીને બે વર્ષ અગાઉ આથમણા વાસમાં રહેતા ભરતજી ઉર્ફે બોળો ગાંડાજી ઠાકોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. એક વર્ષ અગાઉ ભરતજીએ લગ્નની લાલચ આપી મૈત્રીકરાર કરી છ માસ અગાઉ બંને મહેસાણા ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. દરમિયાન તેણી ગર્ભવતી બની હતી. દરમિયાન, યુવતીને ભરતજી પરિણીત અને બે બાળકોનો પિતા હોવાની જાણ થતાં તેણીએ કરેલી પૂછપરછમાં ભરતજીએ પ્રથમ પત્નીને છુટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરતો હતો.

30 માર્ચે ભરતજીએ યુવતીને સુંશી રોડ પર બોલાવી હતી, જ્યાં યુવતીએ લગ્ન કરવાનું કહેતાં તેણે લગ્ન કરવાનો નથી તેમ કહી બોલાચાલી કરી હતી. દરમિયાન તેની પત્ની વર્ષાબેન, ભાભી સજ્જનબેન વિનુજી, કાકાનો દીકરો ઠાકોર પ્રવિણજી ભુપતજી, ઠાકોર જગાજી ભુપતજી વગેરેએ તું અહીં કેમ આવી છે કહી જાતિ વિષયક અપશબ્દો બોલતાં યુવતીને લાગી આવતાં વિસનગર સધી માતાના મંદિર પાસે ઊંઘની ગોળીઓ ખાતાં સારવાર અર્થે વિસનગર અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડનગર સિવિલમાં ખસેડાઇ છે. યુવતીએ ઠાકોર ભરતજી ઉર્ફે બોળો ગાંડાજી, વર્ષાબેન ભરતજી, સજ્જનબેન વિનુજી, પ્રવિણજી ભુપતજી અને જગાજી ભુપતજી સામે દુષ્કર્મ, એટ્રોસીટીની ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો