અકસ્માત:થુમથલ ગામની સીમમાં બાઇક સ્લીપ થઇ જતાં ચાલકનું મોત

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમી તાલુકાનો યુવક ફાર્મ હાઉસ પર રહેતો હતો

વિસનગરના થુમથલમાં ઉદલપુરથી થુમથલ પૂરઝડપે અાવી રહેલ બાઇકચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બાઇક સ્લીપ થતાં ગંભીર રીતે ઘાયલ બાઇકચાલકને સારવાર અર્થે ખસેડાયા બાદ મોત નિપજતાં પોલીસે ગુનો દાખલ કરાયો છે. સમીના સંગતરીયાના ઠાકોર ધીરૂભાઇ જ્યંતિભાઇ તેમના ભાઇ વિનુભાઇ અને પરિવાર સાથે વિસનગરના ગુંજાળાની સીમમાં અાવેલ ચાૈધરી બાબુભાઇ રૂઘનાથભાઇના ફાર્મ ઉપર રહે છે. જ્યાં ધીરૂભાઇના નાનાભાઇ વિનુભાઇ જ્યંતિભાઇ બુધવારે બાઇક નં. જી.જે.24.અે.અેલ.5006 લઇ ઉદલપુરથી થુમથલ તરફ અાવતો હતો.

તે દરમિયાન થુમથલ બસ સ્ટેન્ડ નજીક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઅો પહોંચતાં સારવાર અર્થે બેભાન હાલતમાં મહેસાણા સિવિલમાં ખસેડાતાતબીબે મૃત જાહેર કર્યા હતા. અા બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે ધીરૂભાઇ જ્યંતિભાઇ ઠાકોરના નિવેદનને અાધારે મૃતકનું PM કરાવી ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...