તપાસ:વિસનગરના ગુંજાની 12 વર્ષીય સગીરા ગુમ થતાં ગુનો નોંધાયો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારને કંઇ પણ કહ્યા વગર નીકળી ગઇ
  • ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી પરિવારને ફડકો

વિસનગર તાલુકાના ગુંજા ગામમાં રહેતી 12 વર્ષીય સગીરા ઘરેથી પરિવારને કંઇપણ કહ્યા વગર નીકળી જતાં ભારે શોધખોળ બાદ પણ સગીરાની ભાળ ન મળતાં તેણીના પરિવારજનોઅે અા બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાનો ફોન સ્વીચ ઓફ આવતાં પરિવારમાં ભયનો માહોલ છવાયો છે.

તાલુકાના ગુંજા ગામમાં રહેતી ગત 14 મેના રોજ 12 વર્ષીય સગીરાના પિતા મજૂરી કામ અર્થે ગયા હતા જ્યારે માતા કામકાજમાં વ્યસ્ત હતી. તે દરમિયાન સગીરા બપોરે ઘરેથી કોઇને પણ કહ્યા વગર નીકળી હતી જે માંડી સાંજ સુધી પરત ન ફરતાં તેણીના પરિવારજનોઅે શોધખોળ હાથ ધરી હતી.

જ્યાં સગાં-સબંધીઅોને ત્યાં ભારે શોધખોળ બાદ પણ સગીરાની ભાળ મળી અાવી ન હતી જ્યાં તેઅો ફોન પણ સ્વીચ અોફ અાવતો હોવાથી ગભરાઇ ગયેલા પરિવારજનો પોલીસ મથકે દોડી અાવ્યા હતા અને અા બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...