વિવાદ:ચાણસોલમાં પથ્થરની પાળી કરવા મુદ્દે દંપતીને મારમાર્યો

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેરાલુ પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો

ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામમાં રહેતા અાધેડ ઉપર તેના જ મહોલ્લામાં રહેતા દંપતી ઉપર પથ્થરની પાળી કરવા કરવા મુદ્દે ઉશ્કેરાઇ ગયેલ બે મહિલા સહિત ચાર શખ્સોઅે ધોકા તેમજ ગડદાપાટુનો માર મારતાં ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ કરી છે.

તાલુકાના ચાણસોલ ગામના અને હાલ કલોલ રહેતા પરમાર દિનેશભાઇ ગણેશભાઇ અને તેમના પત્ની હંસાબેન ચાણસોલ તેમના ઘર અાગળ બાજરી ઉપણતા હતા તે દરમિયાન ઘર અાગળ બની રહેલ રોડ જોવા અાવેલ ગ્રામ પંચાયતની બોડીના લોકોઅે અાવી દિનેશભાઇ સાથે ચર્ચા કરતા હતા તેવામાં તેમના મહોલ્લામાં રહેતા કનુભાઇ માણકાભાઇ અને પરમાર રમેશભાઇ માણકાભાઇઅે અાવી અહી કેમ પથ્થરની પાળી કરેલ છે તેમ કહેતાં દિનેશભાઇઅે મે મારી જમીનમા પાળી કરેલ છે તેમ કહેતાં બંન્ને ઉશ્કેરાઇ જઇ દિનેશભાઇને માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...