તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ખેરાલુના ચાડાના ગુમ શિક્ષકનો મૃતદેહ ગુંજા કેનાલમાંથી મળ્યો

વિસનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સતલાસણના વાવમાં રહેતા યુવકના મોતના કારણને લઇ રહસ્ય

સતલાસણા તાલુકાના વાવ ખાતે રહેતા અને દાંતા તાલુકાની ગઢમહુડીમાં નોકરી કરતા 36 વર્ષીય શિક્ષક ઘરેથી નોકરી જવાનું કહી નીકળ્યા હતા જેમનો મૃતદેહ ચાર દિવસ બાદ વિસનગર તાલુકાના ગુંજા ગામની સીમમાં આવેલ ધરોઇની કેનાલમાંથી મળી આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના ભાઇના નિવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ખેરાલુ તાલુકાના ચાડા ગામના વતની દશરથભાઇ રમેશભાઇ પરમાર દાંતા તાલુકાના ગઢમહુડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેમના પરિવાર સાથે સતલાસણા તાલુકાના વાવ ખાતે રહેતા હતા.

દશરથભાઇ બુધવારના રોજ ઘરેથી નોકરી જવાનું કહી નીકળ્યા હતા જેઓ સાંજ સુધી ઘરે ન અાવતાં તેમના પત્ની રમીલાબેન સહિતનાઅે શોધખોળ હાથ ધરી હતી જ્યાં તેમની ભાળ ન મળતાં સતલાસણા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જ્યાં રવિવારના રોજ ગુંજા ગામની સીમમાં પડારી તરીકે અોળખાતા ખેતર નજીક પસાર થતી ધરોઇની કેનાલમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ પડ્યો હોવાની ગ્રામજનોએ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરતાં આ મૃતદેહ દશરથનો હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે પોલીસે દશરથભાઇના મૃતદેહનું વડનગર સિવીલમાં પોસ્ટમોર્ટમ કરાવી તેમના ભાઇ નરેશભાઇ રમેશભાઇના નિવેદનને અાધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જો કે દશરથભાઇનું મોત કેવી રીતે થયું તે અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.તપાસ અધિકારી એએસસઇ શશીવદને જણાવ્યું હતું કે દૂરથી નગ્ન હાલતમાં દેખાતા આ મૃતદેહની તપાસ કરતા મૃતકનું પેન્ટ પગના ભાગે અને ટીશર્ટ માથાના ભાગે જોવા મળી હતી અને ચાર દિવસ વીતી ગયા હોવાથી આ ઉપર કપડાં ચડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.આ કેસમાં અલગ-અલગ નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને તપાસ બાદ જ ચોક્કસ માહિતી મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો