વિસનગરના વડુની સીમમાં ખેતરમાં લીમડાના ઝાડ પર અજાણ્યા 35 વર્ષીય યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જ્યાં યુવકના મૃતદેહને નીચે ઉતારી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી તેની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે પોતાની જાતે ફાંસો ખાધો હોવાનું જાણવા મળ્યું છે.
વડુની સીમમાં પટેલ શાંતુભાઇ વિઠ્ઠલભાઇના શેઢા પર લીમડાના ઝાડ ઉપર કોઇ અજાણ્યા 35 વર્ષીય ફાંસો ખાધેલ હાલતમાં હોવાની જાણ ગામમાં વાયુવેગે પ્રસરતાં ટોળા એકઠા થયા હતા. જ્યાં આ અંગે પોલીસને જાણ કરતાં ટાઉનબીટના જમાદાર દિનેશભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને સ્થાનિકોની મદદથી નીચે ઉતારી વિસનગર સિવિલમાં પીએમ કરાવ્યું હતું. જ્યાં તેની પાસે કંઇ ઓળખનો સામાન ન હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ હતી અને આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.