મોત:કાંસાના તળાવમાંથી 32 વર્ષીય યુવકની લાશ મળી

વિસનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક કાંસામાં લાકડા કાપવાની મજૂરી કરતો હતો

વિસનગર તાલુકાના કાંસા ગામની સીમમાં અાવેલ તળાવમાં 32 વર્ષીય યુવકની લાશ મળી અાવતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતકને ખેંચની બીમારી હોવાથી તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ ન આપતાં પોલીસે નિવેદન લઇ નોંધ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાલુકાના કાંસા-ગણેશપુરા ગામની સીમમાં અાવેલા તળાવમાં 32 વર્ષીય યુવકની લાશ મળી અાવતાં ઘટના સ્થળે લોકોનાં ટોળા ભેગા થયા હતા. જે અંગે જાણ કરાતાં શહેર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહ બહાર કઢાવી તપાસ કરતાં મૃતક માણસા તાલુકાના હરણાહોડા ગામનો ઠાકોર જશુજી ડાહ્યાજી હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે તેના પરિવારજનોને જાણ કરતાં તે ઘટના સ્થળે દોડી અાવ્યા હતા. પરિવારે મૃતક જશુજી કાંસા ગામની સીમમાં લાકડા કાપવાની મજૂરી કરતો હોય તેમજ ખેંચની બીમારી વર્ષોથી હતી, જેથી તેમને કોઇ ફરિયાદ ન આપવા જણાવતાં પોલીસે તેના ભાઇ લાલાજી ડાહ્યાજી ઠાકોરનું નિવેદન લઇ નોંધ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...