તપાસ:વિસનગર શહેરમાંથી વૃદ્ધની અને ગુંજા ગામેથી મહિલાની લાશ મળી

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને કિસ્સાઓમાં મૃતકોની ઓળખ હજુ બાકી

વિસનગરના પટણી દરવાજા વિસ્તારમાંથી અજાણ્યા 60 વર્ષના પુરૂષની તેમજ ગુંજાની સીમમાંથી અજાણી 35 વર્ષીય મહિલાની લાશ મળતાં શહેર અને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગુંજાથી પાલડી જતા ચાર રસ્તા સામે 35 વર્ષીય મહિલાની લાશ પડી હોવાની જાણ ગામના સરપંચે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરતાં મહિલાના શરીર ઉપર કોઇ ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા.મહિલાના મૃતદેહનું વિસનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતની નોંધ કરી અોળખના પ્રયાસો હાથ ધર્યા છે.

પટણી દરવાજા વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધની લાશ પડી હોવાની બાતમીને અાધારે શહેર પોલીસ તપાસ બાદ પણ વૃદ્ધની અોળખ થવા પામી ન હતી. પોલીસે વૃદ્ધના મૃતદેહનું વિસનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી અા અંગે અકસ્માતે મોતની નોંધ કરી છે. મૃતદેહોને મહેસાણા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં અાવ્યા છે અને કોઇને અોળખની માહિતી મળે તો પોલીસને જાણ કરાવવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...