ચકચારી ઘટના:શૌચક્રિયા માટે ગયેલા યુવકનું બાઈક ચોરી અજાણ્યો શખ્સ છૂ

વિસનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરના સવાલા નજીકની ચકચારી ઘટના
  • રોડ પર મૂકેલા બાઇકમાં ચાવી ભરાવેલી હતી

વિસનગરના સવાલા નજીક હાઈવે ઉપર ચાવી ભરાવેલું બાઈક ઊભું રાખી શૌચક્રિયા માટે ગયેલા યુવકનું બાઈક અજાણ્યા શખ્સો ચોરી ગયાની ફરિયાદ વિસનગર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે. દેત્રોજના ભોંયણી ગામના ઝાલા સુરભા સરદારસંગ ગત 29 સપ્ટેમ્બરના રોજ ઘરેથી તેમનું બાઈક (જીજે 38 એએફ 7935) લઈ સતલાસણા તાલુકાના ટીંબા ગામે કામ અર્થે ગયા હતા.

જ્યાંથી કામ પતાવી મોડી સાંજે ઘરે જવા નીકળ્યા હતા, તે દરમિયાન વિસનગર તાલુકાના સવાલા ગામ નજીક શૌચક્રિયા જવું હોઇ હાઈવે પર બાઇક ઊભું રાખી શૌચક્રિયા માટે રોડની બાજુમાં ચોકડીઓમાં ગયા હતા. બાઇકમાં ચાવી ભરાવેલી હોઇ તક મળતાં અજાણ્યા શખ્સો બાઇક ચોરી ફરાર થઈ ગયા હતા. શૌચક્રિયા કરી પરત આવેલા સુરભાએ બાઈક ન જોતાં તપાસ હાથ ધરી હતી. પરંતુ બાઈકની ભાળ મળી ન હતી. આથી તેમણે વિસનગર તાલુકા પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...