તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:આંગડિયા કર્મચારીએ બીજી યુવતીને ઘરમાં લાવી પ્રથમ પત્નીને કાઢી મૂકી

વિસનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તારા બાપે કરિયાવરમાં કંઇ આપ્યું નથી તેમ કહી મારઝૂડ કરતા હતા
 • મહેસાણાની પરિણીતાએ પતિ, સસરા અને યુવતી સામે ફરિયાદ નોંધાવી

વિસનગરની પરિણીતાના પતિએ અન્ય યુવતીને ઘરે લાવી આ મારી બીજી પત્ની છે તેને મારા ઘરે રાખવાની છે તેમ કહી મારઝુડ કરી કાઢી મૂકી હોવાની ફરિયાદ પરિણીતાએ વિસનગર શહેર પોલીસ મથકેે નોંધાવી છે.વિસનગરના વાલમની અને કાંસા એનએ વિસ્તારમાં રહેતી રીંકલબેનનાં લગ્ન 10 વર્ષ અગાઉ રોહિત બળદેવભાઇ પ્રજાપતિ સાથે થયાં હતાં. રીંકલબેનના પતિ આંગડિયા પેઢીમાં નોકરી કરતા હોઇ તેમજ દિલ્હી અને નાસિક જવાનું હોવાથી મોટાભાગે બહાર રહેતા હતા. લગ્નના એક વર્ષ બાદ નાની-નાની બાબતોમાં ત્રાસ આપી મકાન લેવા બે લાખ પિયરથી લાવવાનું કહેતાં લાવી આપ્યા હતા.

તેમ છતાં તારા બાપે કરિયાવરમાં કંઇ આપ્યું નથી તેમ કહી ત્રાસ આપવાનું ચાલુ રહ્યું હતું. ગત 11 ડિસેમ્બરે તેમનો પતિ રોહિત અલકાકુમારી શિવકુમારી નામની યુવતીને લઇ આવી આ મારી બીજી પત્ની છે તેને મારા ઘરમાં રાખવાની છે તું ઘરની બહાર નીકળી જા તેમ કહેતાં રીંકલબેને ના પાડતાં બંંનેએ મારઝુડ કરી હતી .આ અંગે રીંકલબેન પ્રજાપતિએ વિસનગર શહેર પોલીસ મથકે પતિ પ્રજાપતિ રોહિત, પ્રજાપતિ બળદેવ અમથાભાઇ અને અલકાકુમારી શિવકુમારી ઝા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો