હોળી, જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. તે ભારત સહિત બીજા અનેક દેશોમાં લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. ગુજરાતમાં પણ હોળીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે વિસનગર તાલુકામાં આવેલ લાછડી ગામે હોળીના પર્વની ઉજવણી અનોખી પ્રથા દ્વારા કરવામાં આવે છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ગામના નાના બાળકો સહિત યુવાનો ખુલ્લા પગે ચાલી અને હોળી પર્વની ઉજવણી કરે છે. જેમાં અત્યાર સુધીમાં આ સળગતા અંગારા પર ચાલતા બાળકો કે યુવાનો દાઝ્યા નથી. જે આ હોળી પર અંગારા પર વર્ષો જૂની પરંપરા હજુ સુધી યથાવત જોવા મળી રહી છે.
ભારત સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં હોળીનું ખાસ મહત્વ રહેલું છે. જેમાં હોળી પર્વ પર લોકો હોળીકા પ્રગટાવી અને હોળીકા માતાની પૂજા અર્ચના કરે છે, પરંતુ અનેક વિસ્તારોમાં લોકો વર્ષો જૂની પરંપરા સાથે લોકો વળગી રહ્યા હોય છે. જેમાં વિસનગર તાલુકાના લાછડી ગામે પણ વર્ષો જૂની અંગારા પર ચાલવાની પરંપરા છે. જે હોળીની સાંજે નાના બાળકો, યુવાનો સહિત વડીલો પણ આ આગ ઝરતા અંગારા પર ચાલે છે. જેમાં સળગતા અંગારા પર ચાલતા કોઈને પણ અત્યાર સુધી પગ દાઝ્યા નથી કે પછી કોઈ પ્રોબ્લેમ થયો નથી. આ પરંપરા વિશે ગામલોકો જણાવે છે કે, આની પાછળ કોઈ ઇતિહાસ છે કે નહિ તેવી કોઈને કંઈ જાણ નથી, પરંતુ પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવી છે અને હજુ સુધી પણ યથાવત જોવા મળી રહી છે.
આ વર્ષે પણ લાછડી ગામમાં હોળીકા દહન પછી પડતાં આગ ઝરતા અંગારા પર લોકો ચાલ્યા હતા. જે ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. જેમાં આ અંગારા પર નાના બાળકો સહિત મોટા લોકો પણ ચાલે છે. જેમાં લોક વાયકા ચાલી રહી છે કે, આગ પર ચાલવાથી કોઈ કમરનો દુખાવો કે શારીરિક બીમારી થતી નથી. જેથી આજુબાજુ ગામના પણ લોકો આ અંગારા પર ચાલવા માટે આવે છે. જેમાં લુપ્ત થતી સંસ્કૃતિને હજુ પણ લાછડી ગામના વળગી રહ્યા છે અને દર વર્ષની જેમ અંગારા પર ખુલ્લા પગે ચાલી પોતાની પરંપરા જાળવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.