ધરપકડ:યુવતીનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી હેરાન કરનાર આરોપી ઝબ્બે

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 7 વર્ષથી વોન્ટેડને પોલીસે અમદાવાદથી દબોચ્યો

વિસનગરની યુવતીનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી તેણીનો નંબર મૂકી હેરાન પરેશાન કરવાના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપીને વિસનગર પોલીસે અમદાવાદથી દબોચી લીધો હતો. કાંસાના આધેડે 2014માં સીમ કાર્ડ ખરીદી તેની 19 વર્ષની દીકરીને વાપરવા આપ્યું હતું. વર્ષ 2015માં આ નંબરથી અજાણ્યા શખ્સે યુવતીના નામનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી મોબાઇલ નંબર પણ મુક્યો હતો. તેમજ તેના વોટસઅપમાં યુવતીનો ફોટો મૂકી તેને મેસેજ કરતો હોઇ યુવતીએ આ નંબર બંધ કરી દીધો હતો.

તેમ છતાં યુવતીની માતાના ફોન ઉપર અલગ અલગ લોકોના ફોન આવી હેરાન પરેશાન કરતાં વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં આ શખ્સ અમદાવાદનો નવાબખા દિપ્તીખા હોવાનું જાણવા મળ્યું હતું. 7 વર્ષથી નાસતો ફરતો હતો. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં તેના ઘરે હાજર હોવાની બાતમી શહેર પીઆઇ એસ.એસ. નિનામાને મળી હતી. પીએસઆઇ એસ.આર. પટેલ, એએસઆઇ બળવંતસિંહની ટીમે અમદાવાદ જઇ પકડી વિસનગર લાવી હતી.

અન્ય સમાચારો પણ છે...