ભાગેડું આરોપીની ધરપકડ:વિસનગરના દઢીયાળ ગામેથી પેરોલની રજા પર છૂટેલો આરોપી પરત જ ન આવ્યો; પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો

વિસનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકા પોલીસ દ્વારા અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલ દઢીયાળ ગામનો આરોપી પેરોલ જમ્પ પર રજા પર આવ્યો હતો. જે આરોપી પેરોલ રજા પૂરી થઈ હોવા છતાં પણ હાજર ન થતાં વિસનગર તાલુકા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડયો હતો.

આરોપીની ધરપકડ કરી ફરી જેલમાં મોકલાયો
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.પી.રાઠોડ, સ્ટાફના માણસો અ.હેડ કોન્સ રામાજી મંગાજીને સયુંકત બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન કલમ 302 મુજબના ગુનાના આરોપી ભંગી મુકેશ ઉર્ફે શેટી અમરતભાઈને આજીવન કેદની સજા થતા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો. જેની દિન 15 ની પેરોલ રજા મંજુર થતા તારીખ 10/06/2022થી દિન 15 પેરોલ રજા પર છોડવામાં આવ્યો હતો. જેની રજા પૂરી થઈ હોવા છતાં પણ હાજર થયો ન હતો. આરોપી ફરાર રહેલો હોવાથી વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પબ્લિક પ્રીઝન એક્ટ કલમ 51 (એ) મુજબ દાખલ થઈ હતી. જેમાં આરોપી હાલ દઢીયાળ ગામે ચોકમાં હાજર હોય પોલીસ દ્વારા આરોપીની તપાસ કરતા તે મળી આવ્યો હતો. જેની તાલુકા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...